KuberaNowLogo
Thursday, 15/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સુરતમાં મેગા OSAT પ્લાન્ટ શરૂ, વાર્ષિક 103 કરોડથી વધુ ચિપ્સ બનશે

સુરતના પલસાણા ખાતે સૂચિ સેમિકોનના સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ (OSAT) પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ થયું છે. પ્લાન્ટમાં દર વર્ષે 103.32 કરોડ ચિપ્સ બનાવવાની ક્ષમતા છે.

desk@kuberanowPublished On : 18 Sept 2026
semiconductor
મેડ ઇન ગુજરાત ચિપ્સનો નવો યુગ, સુરતમાં OSAT પ્લાન્ટ કાર્યરતAI Generated Image

ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. સુરત જિલ્લાના પલસાણા ખાતે સૂચિ સેમિકોનના અત્યાધુનિક સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ (OSAT) પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ થયું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સેમિકોન ઇન્ડિયા 2026’ કાર્યક્રમ દરમિયાન વર્ચ્યુઅલ માધ્યમથી આ પ્લાન્ટમાં ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્લાન્ટ કાર્યરત થવાથી ભારતના સેમિકન્ડક્ટર ઉત્પાદન અને સપ્લાય ચેઇનને મજબૂતી મળશે તેમજ ગુજરાતમાં વિકસતી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ વેગ મળશે.


₹868 કરોડના રોકાણથી તૈયાર થયો પ્લાન્ટ

સૂચિ સેમિકોનના આ પ્રોજેક્ટને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. અંદાજે ₹868 કરોડના રોકાણથી તૈયાર થયેલા આ યુનિટમાં દર વર્ષે 1,033.20 મિલિયન એટલે કે 103.32 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનની ક્ષમતા છે.


ચિપ્સનો ઉપયોગ કયા ક્ષેત્રોમાં થશે?

પ્લાન્ટમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું એસેમ્બલી, એડવાન્સ પેકેજિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવશે. અહીં SOIC, QFN અને એડવાન્સ્ડ IC પેકેજિંગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.


આ પ્લાન્ટમાં તૈયાર થતી ચિપ્સનો ઉપયોગ મુખ્યત્વે:-

  • પાવર ઇલેક્ટ્રોનિક્સ
  • એનાલોગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ
  • ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિક વાહનો
  • ઔદ્યોગિક ઓટોમેશન
  • કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ
  • ઊર્જા અને વીજ વ્યવસ્થાપન ઉપકરણો માટે કરવામાં આવશે.


જાપાનની ROHM સાથે ટેક્નોલોજી સહયોગ

સૂચિ સેમિકોને જાપાનની સેમિકન્ડક્ટર કંપની ROHM સાથે ટેક્નોલોજી સહયોગ કર્યો છે. પ્લાન્ટમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ક્લીનરૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે અને કંપનીએ ભારતમાંથી પ્રથમ કન્ઝ્યુમર શિપમેન્ટ પણ બહાર મોકલ્યું છે.


ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ

સુરતના આ પ્લાન્ટ ઉપરાંત ધોલેરામાં ટાટા-PSMC સેમિકન્ડક્ટર ફેબ, સાણંદમાં માઇક્રોન, CG સેમિ અને કેઇન્સ સેમિકોનના પ્રોજેક્ટ્સ પણ વિકસી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ સાથે ગુજરાત દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.


આ પણ વાંચો : બાળકોનો પાસપોર્ટ બનાવતા પહેલાં જાણી લો નવા નિયમ, નહીં થાય મૂંઝવણ


Share Link
WhatsAppFacebookXLinkedIn